bookimages

રુદ્ર – એક નવા યુગની શરૂઆત

રુદ્ર – એક નવા યુગની શરૂઆત..!!! યુગ…?? હા હું કોઇ નવા યુગની જ વાત કરી રહ્યો છું..!! તમારા જેમ મારી જાણકારીમાં પણ ચાર જ યુગ છે…. સત્તયુગ, દ્રાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ…!!! પણ હું આમાથી એક પણ યુગની વાત નથી કરી રહ્યો…. હું વાત કરી રહ્યો છું રુદ્રયુગની..!! હા.. રુદ્રયુગ પહેલી વખત સાંભળ્યુ ને..? કારણ કે એ હજી માત્ર મારી કલ્પના જ છે પણ એનો અર્થ એ નથી રુદ્રયુગ વાસ્તવિક ના હોય શકે..!!!

મારી પહેલી ગુજરાતી નવલકથા આ જ વિષય પર લખાયેલી છે..!! આ નવલકથાનો નાયક રુદ્ર અંનતરાય ચૌહાણ, આ નવા આવનાર યુગનો પ્રણેતા છે.!! હવે પ્રશ્ન એ છે કે આ રુદ્રયુગ છે શું..?? અને આ રુદ્ર ચૌહાણ કોણ છે…?

તો રુદ્ર ચૌહાણ એક વિચાર છે..!! જે વિચાર આપણા બધામાં ઘર કરી ગયેલો છે..!! બસ મે એ વિચારને એક ચોક્કસ રૂપ આપ્યું છે..!! મારી આ પુરી નવલકથા રાજકારણ પર લખાયેલી છે..!! ભારતના બંધારણ પર મે મારી ટીપ્પણીઓ આપેલી છે..!! એક નવી રાજ્યવ્યવસ્થાની વાત કરી છે..!! મે ભારતની સસસ્યાઓની ચર્ચા નથી કરી પણ તેના સચોટ સમાધાનની વાત કરી છે..!!

આપણે અહી ભારતની સમસ્યાઓની વાત કરીએ તો એક બુક પણ ઓછી પડે..!! કેટલી બધી સમસ્યાઓ અને એ બધી એકબીજા સાથે ગુંથાયેલી..!! અહી સમસ્યા એ નથી કે ચાર રસ્તા પર કોઇ પોલીસ કોંસ્ટેબલ તમને રોકી પચાસની નોટ ઢીલી કરાવડાવે છે પણ સમસ્યા એ છે કે તેને આવું કરવાની જરૂર શુંકામ પડે છે..!! કોઇ સરકારી કામ તમારે કરવાનું આવ્યુ હોય ત્યારે તમને પહેલુ મગજમાં એ જ આવશે કે કેટલા ધક્કા ખાવા પડશે અને કેટલી ઘુસ ખવડાવવી પડશે..!!!

શા માટે નક્સલીઓ તેમના જ દેશના જવાનોને મારે છે..?? શા માટે આપણી બહેન-દિકરી છુટથી ડર્યા વગર બહાર નીકળી નથી શક્તી…?? શા માટે લોકો પોલિસ સ્ટેશનમાં જતા ડરે છે..?? શા માટે ભારતીય કોર્ટમા 20-20 વર્ષ સુધી પણ કેસના ચુકાદા નથી આવતા…?? શું આપણે લોકશાહીમાં જીવએ છીએ..?? અને જો જવાબ હાં હોય તો આપણો અવાજ સરકાર સુધી કેમ પહોચતો નથી…??

આવા સવાલ તો ઘણી વખત ઉભા થયા પણ સમસ્યાનું સમાધાન ક્યાંય દેખાતું નથી..!!! લોકો એકલા કશું કરવા માંગતા નથી કે મારા એકલાથી શું ફરક પડશે..!! હું એકલો કદાચ બળવો કરીશ તો પણ મારો બળવો દબાવી દેવામાં આવશે..!! એટલે કોઇ લિડર ઉભો થાય અને લોકોનો સપોર્ટ માંગે પણ આંદોલનો થાય અને અંતે હતુ એનુ એજ પણ મારી વાર્તાનો નાયક રુદ્રને ભાષણબાજી વિશ્વાસ નથી, એ સિધા એકશન લે છે..!! રુદ્ર ચૌહાણનો ઉદેશ માત્ર અને માત્ર દેશમાં સતા પરિવર્તનનો નથી પણ દેશના નાગરીકોમા સાચ્ચી દેશભક્તિ જગાડવાનો પણ છે…!!

આ નવા યુગમા આ રાજ્યોના જાતીવાદી અને ભાષાવાદી મર્યાદિત વિચારધારા રુદ્ર દુર કરશે..!! ધર્મોને મધ્યમા રાખી જનતાની ભાવના સાથે રમી રહેલા નેતા, ધર્મગુરુઓ અને વિક્રુત લિડરોને પાઠ ભણાવશે..!! ભારતમાં ગરીબ તો બહુ દુરની વાત છે પણ કોઇ ભીખારી પણ નહી હોય..!!! 17 વર્ષથી નાની વયનો કોઇ યુવાન કે યુવતી ભણવા સિવાય બીજી કોઇ પ્રવ્રુતી નહી કરતા હોય..!! આ જ દેશમાં વિશ્વની મહાન યુનિવર્સીટીઓની સ્થાપના થશે..!! કોઇ હિંદુ કે મુસ્લિમ વચ્ચે ઝઘડા નહી હોય..!! નક્સલવાદ ભુતકાળ બની ગયો હશે..!! મધ્યભારત સમ્રુધ્ધીની બુંલદીઓને ચુંમતું હશે..!! અને જમ્મુ કાશ્મિર મા કોઇ મિલેટ્રી પહેરાની જરૂર નહિ હોય કારણકે ત્યા કોઇ અલગતાવાદી નહી હોય..!! દેશના તમામ જાતી પર આધારિત સંધોની જરૂર નહી હોય…!!!કોઇ વ્રુધ્ધ મા-બાપ સડકો ઉપર ભીખ નહી માંગતા હોય…!!! ભષ્ટ્રાચારને ભારતના DNAમાથી જ કાઢીને ફેંકી દેવાયો હશે..!!

મને ખબર છે તમને લોકોને આ બધું થોડું વધારે પડતું લાગી રહ્યુ હશે અને કદાચ અશ્ક્ય પણ લાગી રહ્યુ હશે..!! પણ આ શક્ય બનશે કારણ કે એક માણસનું મગજ હવે ફરી ગયુ છે..!! તેની માટે હવે આ દેશનો ઉધ્ધાર જ જીવનનો લક્ષાંક રહ્યો છે…!! તે કોઇ પાસે જાગ્રુત થવાની ભીખ માંગવા નથી જવાનો તે જાતે જ એકશન લેવાનુ ચાલુ કરશે…!! તેની સામે બે જ પક્ષ છે એક દેશ અને બીજું દેશના વિકાસ માટે બાધા રૂપ બનતા નેતા, સામાન્ય પ્રજા, ધાર્મિક પાંખડીઓ કે વિદેશી તાકતો..!! એ બધાને ધુળ ચટાવશે…!!

તે કોઇ તલવાર કે બંદુક લઈને નથી નીકળવાનો…!!! તેની પાસે જો કઇ છે તો એ છે તેની અટુટ દેશભક્તિ અને પોતાની કુટનિતી…!!!

હવે વાત એ છે કે તમને દેશ કે દેશના વિકાસ સાથે કોઇ લેવા-દેવા નથી તો શા માટે તમે મારી નવલકથા વાંચો તો તેનો જવાબ પણ છે, તમને સસ્પેન્સ ગમે છે..?? તો મારી નવલકથાનું એ સૌથી મજબુત પાસુ છે..!! શું તમને પ્રેમકથાઓ વાંચવી ગમે છે તો આ નવલકથામાં બે પ્રેમકથાઓ છે જે તમને જકડી રાખશે…!! અને સાચા પ્રેમનો અર્થ સમજાવશે..!! શું તમને મિત્રતાની વાર્તા સાંભળવી ગમે છે તો આમા બે ખાસ મિત્રોની વાત છે જીવનના દરેક ઉતાર-ચડાવમાં એક સાથે રહે છે..!! અલગ પડે છે પણ ફરી ભેગા થાય છે..!! શું તમને થ્રીલર પંસંદ છે તો મારી નવલકથા તમારી ખોટી પસંદગી નહી હોય..!! મે મનોરંજક રિતે મારી વાતને રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે અને મને વિશ્વાસ છે એ વાંચ્યા બાદ તમારા અંદર થોડું પરિવર્તન તો આવશે જ પછી ભલે તમે આ નવલકથા માત્ર મનોરંજન માટે કેમ વાંચી નહી હોય..!!

આ વાર્તાના પ્રથમ બે પ્રકરણ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો..

રુદ્ર – એક નવા યુગની શરૂઆત

તમારા સમય માટે આભાર…!!!