personal-avatarમેં ઘણી વખત વિચાર્યું કે “About Me” માં શું લખવું..?? મેં આ ક્ષેત્રના નિષ્ણાંત લોકોની મદદ પણ લીધી, અને મારા આશ્વર્ય વચ્ચે તેમણે મારા માટે ઘણું સારું લખીને આપ્યું. એ વાંચીને હું ઘણો હસ્યો. એ પ્રભાવશાળી પરિચયને હું ઇમેઇલ ડ્રાફ્ટ કરીને મારા ડેવલપરને મોકલાવા તૈયાર જ હતો પણ પછી એક સવાલ મેં મને પુછ્યો કે આમાં જે બધું લખેલું છે, એ બરાબર છે..?? અને તરત મેં એ ઇમેઇલ ડિલિટ કરી દિધો..!!

એ હકિકતનો સ્વિકાર કરતા હું શરમ નહી અનુભવું કે હજી સુધી મને સંતોષ થાય એવું, આ નવલકથા સિવાય મે કશું મેળવ્યુંનથી. હજી સુધી મને એવા કોઇ મોટા એવોર્ડસ નથી મળ્યા કે કોઇ વ્યક્તિને મારા વિષે જાણવાની ઉત્કંઠા જાગે..!! હું એકસામાન્ય એકાઉંટંટ છું જે એક સામાન્ય જીંદગી જીવે છે..!! અને આ જ મારી ઓળખ છે..!! મારામાં એવું કશું જ ખાસ નથી જે જાણવામાં કોઇને રસ પડે..!!

પણ મને હમેંશા થતું કે હું કંઇક એવું લખું, જે સમાજને ઉપયોગી હોય, મારી પાસે વાંચનનો અને લેખનનો અનુભવ ઓછો હતો, પણ કદાચ જીંદગીએ સિખડાવેલા પાઠ હું બરાબર સિખ્યો હતો.!! બસ મારા એ જ અનુભવોને મે કાલ્પનીક પાત્રોમાં જીંવત કરવાનો પ્રયત્ન કર્યો છે..!! આ અનુભવો ખાનગી નથી, આપણા જીવનમાં રોજબરોજ બનતા કિસ્સાઓ છે.!! જેમાના ઘણા આપણને પરોક્ષ રિતે સતાવે છે..!! જેમકે રાજકારણીઓની મક્કારી હોય, સતત ફુંફાડા મારતો ભ્રષ્ટ્રાચાર હોય કે પછી કાળાનાણાનો મહાપ્રશ્ન હોય..!! તો અમુક મુદ્દાઓ, જે હંમેશા આપણી સાથે પ્રત્યક્ષ જોડાયેલા હોય છે, જેમકે પ્રેમની ગુંચવણો હોય કે પછી મિત્રતાનો ઉંડો સંબંધ હોય..!! સ્વાર્થના કાદવમાં નહાયેલો માણસ હોય કે પછી માનવતા ભુલી ગયેલો આપણો સમાજ હોય..!! બસ આવા પ્રસંગોને મે કોકટેલ બનાવી તમારી સામે પીરસવાનો પ્રયત્ન કર્યો છે…!!

એટલે અત્યારે તો હું મારા માટે એટલું જ કહીશ કે આ નવલકથા જ મારી ઓળખ છે અને તેમાં છુપાયેલો સંદેશ મારી વિચારધારા…..

ભીડ વચ્ચે ઉભો છું,
પણ એકલો છું હું...!!

અરીસો મારી સામે છે,
પણ મને શોધી રહ્યો છું હું..!!

માણસોનો મેળો જામ્યો છે,
પણ માનવતા શોધી રહ્યો છું હું..!!

પ્રુથ્વી ખુબજ વિશાળ છે,
પણ મારા દેશને શોધી રહ્યો છું હું..!!

અસંખ્ય ધર્મો અને સંપ્રદાયો વચ્ચે,
મારા ભગવાનને શોધી રહ્યો છું હું..!!

દુનીયા તેની નીતી બદલે તેમ નથી,
અને રસ્તો મારો નહી બદલી શકું હું...!!

ટકરાવ થશે એ નીશ્વિંત છે,
એટલે કફન બાંધીને ઉભો છું હું..!!