personal-avatar

મારાં વિષે બે શબ્દો..! પણ અહીં હું કોણ છું, એની જ શોધ ચાલી રહી છે..! મારી ઓળખાણ કેવી રિતે આપવી એ મને બહું નહી ફાવે પણ હાં મારા કામ વિષે બે શબ્દો જરૂર કહી શકીશ.

મારી આજુંબાજુંની દુનિયાથી હું ઘણો પ્રભાવિત થાવ છું, ખાસ તો માનવ સ્વભાવને લઈને. ક્યારેક જોવ તો બહું સ્વાર્થી હોય, તો ક્યારેક ખુબજ દયાળું, ક્યારેક બધું હોવા છતાં એક જ રટ લગાવીને બેઠો હોય કે મારી પાસે કશું નથી અને ક્યારેક કશું જ ન હોવા છતાં પોતે સંતોષી થઈને જીવતો હોય..! આ મારા અવલોકનનો વિષય બની ગયો પણ આ અવલોકનો સાથે મને એ પણ જાણવા મળ્યું કે આજે જે દેશની પરિસ્થીતી છે, તે પણ માણસના આ જ સ્વભાવના કારણે છે..!

ભારતની આઝાદી બાદ જે નેતાઓ સત્તા પર આવ્યા, તે બધાં ભ્ર્ષ્ટ ન હતાં પણ લાલબહાદુર શાસ્ત્રીના મ્રુત્યુ બાદ પરિસ્થીતી બદલાઇ. ઇંદિરા ગાંધીનું વ્યક્તિત્વ અને તેમના સ્વભાવે આ દેશને પરિવારવાદની ભેટ આપી, અધિકારીઓને ભ્રષ્ટ થવામાં મદદ કરી..! પાર્ટીમાં ચાપલુસોની સંખ્યા વધી. પણ શું કામ..? ઇંદિરા ગાંધી એક સમયે સ્વતંત્રતા સૈનાની હતાં, જવાહરલાલ નહેરું સાથે પંદર વર્ષથી વધું કામ કર્યું હતું. તો કેમ આટલા સ્વાર્થી થઈ શકે…? તેમના ભુતકાળ પર જો નજર નાખો તો આપણે એ જરૂર જોઇ શકીએ કે તેમના બાળપણમાં તેમને પરિવાર તરફથી કદી ફુંફ નહોતી મળી. તેમની બિમાર માં, તેમના કડવા ફુઇ જે તેમને હંમેશા મેણા મારતા, તેમની ટકટક કરતી દાદી અને સતત જેલમાં રહેતા તેમના પિતા..! તેમના જીવનમાં હંમેશા એકલતા રહી, ફિરોજ ગાંધી સાથે લગ્ન તેમને આ બધી મુશ્કેલીઓથી દુર લઈ જઈ શકતા હતાં. તેમને એક ગ્રુહીણી જ બનવું હતું પણ તેમના પિતા તેમને ફરી રાજકારણમાં ખેંચી લાવ્યા. આ સાથે પતી-પત્નીના ઝઘડાઓ પણ ચાલું થઈ ગયાં.

જે પ્રેમલગ્ન માટે તે અડીખમ રહ્યા, તેમના પિતા સાથે ઝધડો કર્યો તે લગ્નજીવન તે પુરા સાત-આઠ વર્ષ પણ ના ટકાવી શક્યા..! ઇંદિરા ગાંધી સારા વ્યક્તિ હોવા છતાં તેમના જીવનમાં બનેલી ઘણી ઘટનાઓએ તેમના વ્યક્તિત્વ પર ઉંડી છાપ છોડી હતી. તે કઠોર બની ચુક્યા હતાં. તો આ સમયે હું વિચારું કે આમાં દોષ કોનો? આમાં હજી થોડા ઉંડા ઉતરશું તો ખ્યાલ આવશે કે લાલબહાદુર શાસ્ત્રી પછી કામરાજ પાસે બે વિક્લ્પ હતાં એક મોરારજી દેસાઇ અને બીજા ઇંદિરા ગાંધી પોતે..! હવે મોરારજી દેસાઇનો સ્વભાવ અલ્લડ અને જીદ્દી હતો, તે કદાચ પાર્ટીના કહ્યામાં ના રહેત પણ ઇંદિરા ગાંધીની છાપ એક ગુંગી ગુડીયાની હતી. કામરાજને હતું કે તે ગાંધીને પોતાની મરજી મુજબ નચાવી શકશે પણ તેમનાં સ્વાર્થે પાર્ટીના ભાગલા પડાવી દિધા..! પણ આ બધાના જવાબદાર શું કામરાજ પોતે હતાં..? તો ના જવાબદાર હતી પ્રજા..!

જીવનનું એ કડવું સત્ય છે, કે આપણે સ્વાર્થી છીએ પણ એ કહેતા અને સ્વિકારતા આપણને સંકોચ થાય છે..! ભારત આઝાદ થયાને આટલા વર્ષો બાદ પણ હડતાલો નથી અટકી, આંદોલનો નથી અટક્યા.. લોકો સરકારથી કંટાળી ગયા છે.. આપણી જ ચુંટેલી સરકાર આપણી માટે કામ નથી કરતી..? અહીં દોષ સરકારનો નથી, દોષ આપણો છે કે વોટ આપતા સમયે દેશનું હિત નહી પણ આપણે આપણો સ્વાર્થ જોઇએ છે.

વોટ આપતા સમયે આપણે કદી નહી વિચાર્યુ હોય કે જે નેતાને વોટ આપીએ છીએ, તેનો સ્વભાવ કેવો છે, તેનો ભુતકાળ કેવો હતો..? શા માટે રાજકારણમાં એ વ્યક્તિ આવ્યો..? પણ આપણો સ્વાર્થ જ્યાં દેખાય ત્યાં બટન દબાવી દેવાનું..! મારી નવલકાથાનો નાયક રુદ્ર પ્રજાને આ જ વાત સમજાવે છે કે પોતાના સ્વાર્થથી ઉપર દેશનો સ્વાર્થ જુઓ..! મારી નવલકથા સંપુર્ણ રિતે રાજકારણ પર લખાયેલી છે..! અને તેમાં નાયકનો હેતું માનવને માનવ બનાવવાનો છે..!

મારી ટુંકી વાર્તાઓ અને કવિતાઓ પણ માનવ સ્વભાવ સાથે જોડાયેલી છે..! આશા રાખું છું તેમને મારું કામ ગમશે..!